Gujarati | ગુજરાતી Gujarati | ગુજરાતી

ગુજરાતી

| બી.એ.
Language : English | Gujarati

આ ત્રણ વર્ષની ફૂલ ટાઈમ અભ્યાસપત્રિકા છે, જે વિદ્યાર્થીઓની બૌદ્ધિક, વ્યક્તિગત અને વ્યાવસાયિક ક્ષમતાઓને વિકસાવવા માટે તૈયાર કરાયેલ છે. આ અભ્યાસપત્રિકાનો હેતુ વિદ્યાર્થીઓને વિવેચકપણાથી વિચારવંતા કરી ગુજરાતી સાહિત્ય વિશ્વને વિકસિત કરવા નવા માર્ગો ઉપલબ્ધ કરાવવાનો છે. આ અભ્યાસપત્રિકા છ સત્રમાં વહેંચાયેલી છે. પ્રત્યેક સત્રમાં વિદ્યાર્થી તબક્કાવાર સાહિત્યક્ષેત્રના પડકારનો સામનો કરી આગળ વધે તેની ખાતરી કરાય છે.

પ્રોગ્રામનો ઉદ્દેશ્યઃ

  • સંપૂર્ણ અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓ અસરકારક રીતે ગુજરાતીનો ઉપયોગ કરે
  • સાહિત્યની પરખમાં વિદ્યાર્થીઓનો રસ વિકસે
  • સંપૂર્ણ અભ્યાસપત્રિકા દરમ્યાન સાહિત્યના વિવિધ અભ્યાસક્રમ દ્વારા વિદ્યાર્થીઓ નૈતિક, (રાષ્ટ્રીય) દેશભક્તિ અને સાંસ્કૃતિક મૂલ્યો ગ્રહણ કરી શકે
  • અભ્યાસપત્રિકા દરમ્યાન વિદ્યાર્થીઓને રચનાત્મક વાર્તા, કવિતા, એકાંકી, સ્ક્રિપ્ટ (સંવાદ લેખન), નાટક વગેરે લખવાની શીખ/તાલીમ/ માર્ગદર્શન અપાશે.

ગુજરાતી સાહિત્ય મંડળઃ

૧૯૬૦થી આ સંસ્થા ગુજરાતી વિભાગનો એક ભાગ છે. આ સંસ્થાનો મૂળ ઉદ્દેશ વિવિધ ભાષિક પ્રવૃત્તિઓ, કાર્યક્રમો અને સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનો સર્વાંગીણ વિકાસ સાધવો.

સાથે જ વિદ્યાર્થીઓને પર્ફોર્મિંગ આર્ટ અને સાહિત્યક્ષેત્ર તથા ફાઈન આર્ટમાં તેમની કળા દેખાડવા માટે તક અને મંચ પૂરું પાડવું.

જાણીતા ભૂતપૂર્વ વિદ્યાર્થી

અભ્યાસપત્રિકા

પ્રથમ વર્ષ (સત્ર-૧)
  • રમેશ પારેખની વાર્તાઓ અને વિવિધ લેખકોની સમકાલિન વાર્તાઓ. ચિત્રપટ, નાટક અને પુસ્તકમાં રચનાત્મક લેખન.
  • આ અભ્યાસપત્રિકામાં મુખ્યત્વે આધુનિક યુગના કવિ રમેશ પારેખની કવિતાઓ પર ખાસ લક્ષ્ય કેન્દ્રિત કરાયું છે. તેમણે સામાજિક/રાજકીય/પર્યાવરણ આદિ અંતર્ગતના તમામ વિષયો પર પ્રકાશ પાડ્યો છે. આ કવિતાઓની અસર એટલી છે કે વિદ્યાર્થીઓ તેમના રોજિંદા જીવનની પરિસ્થિતિ તેમજ લાગણીઓ તેના દ્વારા મુક્તપણે વ્યક્ત કરી શકે છે.
  • તે ઉપરાંત વિવિધ લેખકોની લેખન પદ્ધતિ દ્વારા આધુનિક વાર્તાઓ દ્વારા વિદ્યાર્થીઓ દેશભક્તિ, માનવતા અને સામાજિક ક્રાંતિના પાઠ ભણે છે.
પ્રથમ વર્ષ (સત્ર-૨)
  • રમેશ પારેખની વાર્તાઓ અને વિવિધ લેખકોની સમકાલિન વાર્તાઓ. ચિત્રપટ, નાટક અને પુસ્તકમાં રચનાત્મક તેમજ સમીક્ષા લેખન.
  • આ અભ્યાસપત્રિકામાં મુખ્યત્વે આધુનિક યુગના કવિ રમેશ પારેખની કવિતાઓ પર ખાસ લક્ષ્ય કેન્દ્રિત કરાયું છે. તેમણે સામાજિક/રાજકીય/પર્યાવરણ આદિ અંતર્ગતના તમામ વિષયો પર પ્રકાશ પાડ્યો છે. આ કવિતાઓની અસર એટલી છે કે વિદ્યાર્થીઓ તેમના રોજિંદા જીવનની પરિસ્થિતિ તેમજ લાગણીઓ તેના દ્વારા મુક્તપણે વ્યક્ત કરી શકે છે.
  • તે ઉપરાંત વિવિધ લેખકોની લેખન પદ્ધતિ દ્વારા આધુનિક વાર્તાઓ દ્વારા વિદ્યાર્થીઓ દેશભક્તિ, માનવતા અને સામાજિક ક્રાંતિના પાઠ ભણે છે.
દ્વિતીય વર્ષ (સત્ર-3)
  • વિવિધ ગઝલકારની જુદી-જુદી ગઝલો અને મધ્યકાલિન યુગની કવિતા.
  • ગઝલ એ સાતની સદીની અરેબિક કવિતાનું એક પ્રાચીન સ્વરૂપ છે. ગઝલ સ્વરૂપ ૧૨મી સદીમાં સાઉથ એશિયામાં વિસ્તર્યું. ગઝલ એ કોઈના જુદા થવાનું દુઃખ કે અલગતા અને દર્દને બદલે પ્રેમની સુંદરતા એમ બંને ભાવોને કાવ્યાત્મક પદ્ધતિએ વ્યક્ત કરે છે. આ અભ્યાસપત્રિકા દ્વારા વિદ્યાર્થીઓ ગઝલનું સ્વરૂપ અને તેના મહત્ત્વના પાંચ અંગ અર્થાત્ મત્લા, રદિફ, કાફિયા, મક્તા અને બહેરનો અભ્યાસ વિવિધ ગઝલકારોની ગઝલના ઉદાહરણોથી કરી શકશે.
  • ગુજરાતી સાહિત્યનો મધ્યકાલીન યુગ મુખ્યત્વે નરસિંહ યુગ 000 તરીકે ઓળખાય છે. આ સમયગાળામાં સાહિત્યિક પ્રવૃત્તિઓ પર કવિતાનું પ્રભુત્વ રહ્યું. આ સમયગાળામાં ગુજરાતી સાહિત્યમાં ભક્તિ માર્ગના વિપુલ ઉદાહરણો મળ્યા. આ યુગમાં જૈન અને હિંદુ કવિઓએ ભજન, પદ, આખ્યાન, રાસ, છપ્પા, ગરબી વગેરે દ્વારા ગુજરાતી સાહિત્યને વિપુલતા બક્ષી. આ અભ્યાસપત્રિકા દ્વારા વિદ્યાર્થીઓ મુખ્યત્વે નરસિંહ મહેતા, મીરાંબાઈ, પ્રેમાનંદ, દયારામ અને અખાભગતના સાહિત્યનો અભ્યાસ કરશે.
  • વિવિધ લેખકોના હાસ્ય નિબંધો અને લેખક ધ્રુવ ભટ્ટની ‘અકૂપાર’ નવલકથા.
  • સાહિત્યના વિવેચન તરીકે સામાન્યપણે નિબંધનો અભ્યાસ થાય છે. રાજકીય ઘોષણાપત્ર, શીખેલી દલીલો, દૈનિક જીવનનું નિરીક્ષણ, સ્મૃતિઓ અને લેખકનું પ્રતિબિંબ તેમાં જોવા મળે છે. આ અભ્યાસપત્રિકા દ્વારા વિદ્યાર્થીઓને ઊંડા વિચારો અને દરેક વસ્તુને વિવિધ રીતે જોતાં શીખવાનું જ્ઞાન કેળવવામાં મદદ મળશે.
  • ૧૯મી સદીમાં નવલકથા સાથે ગુજરાતી સાહિત્ય સમૃદ્ધિમાં વધારો થયો. આ સદીના ગત ૪૦ વર્ષ નવલકથાના વિકાસ અને પરિપક્વતા માટે મહત્વના ગણાય છે. આ અભ્યાસપત્રિકા દ્વારા વિદ્યાર્થીઓ ગુજરાતી નવલકથાના આધુનિક યુગ અને ધ્રુવ ભટ્ટ દ્વારા નર્મદાના કિનારે આવેલાં આદિવાસી ગામડાંઓના પુરસ્કૃત કામકાજ પર પ્રકાશ પાડતી નવલકથા તત્વમસીનો અભ્યાસ કરશે.
દ્વિતીય વર્ષ (સત્ર-૪)
  • વિવિધ ગઝલકારની જુદી-જુદી ગઝલો અને ગાંધી યુગની કવિતા.
  • ગઝલ એ સાતની સદીની અરેબિક કવિતાનું એક પ્રાચીન સ્વરૂપ છે. ગઝલ સ્વરૂપ ૧૨મી સદીમાં સાઉથ એશિયામાં વિસ્તર્યું. ગઝલ એ કોઈના જુદા થવાનું દુઃખ કે અલગતા અને દર્દને બદલે પ્રેમની સુંદરતા એમ બંને ભાવોને કાવ્યાત્મક પદ્ધતિએ વ્યક્ત કરે છે. આ અભ્યાસપત્રિકા દ્વારા વિદ્યાર્થીઓ ગઝલનું સ્વરૂપ અને તેના મહત્ત્વના પાંચ અંગ અર્થાત્ મત્લા, રદિફ, કાફિયા, મક્તા અને બહેરનો અભ્યાસ વિવિધ ગઝલકારોની ગઝલના ઉદાહરણોથી કરી શકશે.
  • આ સમયગાળા દરમ્યાન મહાત્મા ગાંધી અને ગુજરાત વિદ્યાપીઠ તમામ સાહિત્ય પ્રવૃત્તિઓનું કેન્દ્ર બિંદુ બન્યા. જ્યાં ગાંધી વિચારોને નવું મૂલ્ય મળ્યું અને ગાંધી વિચારતત્વો પર ભાર મૂકાયો.
  • વિદ્યાર્થીઓ મેઘાણી, ઉમાશંકર જોશી, રાજેન્દ્ર શાહ અને રામનારાયણ પાઠકની કવિતાઓ ભણશે.
  • વિવિધ લેખકોના હાસ્ય નિબંધો અને લેખક ધ્રુવ ભટ્ટની ‘અકૂપાર’ નવલકથા.
  • સાહિત્યના વિવેચન તરીકે સામાન્યપણે નિબંધનો અભ્યાસ થાય છે. રાજકીય ઘોષણાપત્ર, શીખેલી દલીલો, દૈનિક જીવનનું નિરીક્ષણ, સ્મૃતિઓ અને લેખકનું પ્રતિબિંબ તેમાં જોવા મળે છે. આ અભ્યાસપત્રિકા દ્વારા વિદ્યાર્થીઓને ઊંડા વિચારો અને દરેક વસ્તુને વિવિધ રીતે જોતાં શીખવાનું જ્ઞાન કેળવવામાં મદદ મળશે.
  • ૧૯મી સદીમાં નવલકથા સાથે ગુજરાતી સાહિત્ય સમૃદ્ધિમાં વધારો થયો. આ સદીના ગત ૪૦ વર્ષ નવલકથાના વિકાસ અને પરિપક્વતા માટે મહત્વના ગણાય છે. આ અભ્યાસપત્રિકા દ્વારા વિદ્યાર્થીઓ ગુજરાતી નવલકથાના આધુનિક યુગ અને ધ્રુવ ભટ્ટ દ્વારા નર્મદાના કિનારે આવેલાં આદિવાસી ગામડાંઓના પુરસ્કૃત કામકાજ પર પ્રકાશ પાડતી નવલકથા તત્વમસીનો અભ્યાસ કરશે.
ત્રીજા વર્ષ (સત્ર-પ)
  • પ્લેટો, એરીસસ્ટોટલ, મેથ્યુઆર્નોલ્ડના વિવેચનના સિધ્ધાંતો અને વર્ડ્ઝવર્થનો કાવ્ય વિચાર.
  • પ્લેટો એ પ્રાચીન ગ્રીસના સમયગાળાનો ફિલસૂફ હતો. આ કોર્સથી વિદ્યાર્થીઓ તેમના તર્ક, ચર્ચા અને તાર્કિક સુધારાની આવડત કેળવશે.
  • પ્રાચીન ગ્રીસમાં એરિસ્ટોટલ એક ગ્રીક ફિલસૂફ હતા.તેના દ્વારા વિદ્યાર્થીઓ જીવનના સામાજિક વ્યવહાર અને સિદ્ધાંતો શીખશે.
  • મેથ્યુ આર્નોલ્ડ એક અંગ્રેજી કવિ અને સાંસ્કૃતિક વિવેચક હતા, નવલકથાકાર અને વસાહતી વ્યવસ્થાપક હતા. વિદ્યાર્થીઓ તેમનાઅભ્યાસથી વિવિધ ભાષાઓ અને તેમની સંસ્કૃતિ વિશે જાણવાની ઉત્સુકતા ધરાવશે અને તેમનાથી પરિચિત થશે.
  • વર્ડ્સવર્થ એક અંગ્રેજી ભાવનાપ્રધાન કવિ હતો. તેમના લેખનથી અંગ્રેજી સાહિત્યમાં ભાવનાત્મક યુગની શરૂઆત થઇ.આ માહિતી વિશ્વજગત ને સમજવામાં વિદ્યાર્થીઓને મદદ કરે છે
  • પંડિત યુગથી ગાંધી યુગના ગુજરાતી સાહિત્યના જુદા જુદા યુગનો વિગતવાર અભ્યાસ. દાંડિયો, સંસ્કૃતિ,જ્ઞાનસુધા જેવા સાહિત્યિક સામયિકોનો અભ્યાસ. બાળકોના સાહિત્યિક પુસ્તકોનો અભ્યાસ.
  • બ્રિટીશ સરકાર આવતા છાપખાના અને પ્રેસની શરૂઆત થઇ.આ નવા યુગમાં ઘણા અખબારો આવ્યા, સમાજમાં જાગૃતિ ફેલાવે તેવા સામયિકો આવ્યા.ત્યાના સાહિત્યમાં પ્રાચીન ધાર્મિક શૈલી સિવાયના સ્વરૂપોનો સમાવેશ કરતા.તેની રચનાઓનો વિષય સામાજિક કલ્યાણ, ટીકા, નાટકો, નવા જમાનાની વિચારસરણી, દેશની ઉપાસના, મૂલ્યો જીવન, વગેરે હતો.
  • આ સમયગાળા નીચેના યુગમાં વિભાજિત થયેલ છે: સુધારક યુગ અથવા નર્મદ યુગ, વિદ્વાન યુગ અથવા ગોવર્ધન યુગ.ગાંધી યુગ, ગાંધી પછીનો યુગ અને આધુનિક યુગ.
  • પત્રકારત્વ અને ભાષાંતર અભ્યાસ. – પત્રકારત્વના વિવિધ પાસાઓ અને જાપાનીથી ગુજરાતીમાં અનુવાદિત કૃતિ (તો તો ચેન).
  • આધુનિક વિશ્વમાં વ્યક્તિ અને સમાજના વિકાસમાં પત્રકારત્વ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. દેશમાં મીડીયા વૃદ્ધિ સાથે, શિક્ષણ ક્ષેત્રે અને તાલીમનું મહત્ત્વ વધી રહ્યું છે. અભ્યાસક્રમ વિદ્યાર્થીઓમાં વિવેચનાત્મક વિચારશ્રેણી માટે પ્રયત્નશિલ છે જેથી તેઓ તમામ પ્રકારના વ્યવહારમાં સારી રીતે સમજી અને જાણી શકે.
  • ગુજરાતી ભાષાનાં વ્યાકરણના અભ્યાસમાં વાક્ય રચના, કેસ માર્કીગ, ક્રિયા અનુબદ્ધ અને વળી શબ્દ રૂપાત્મક વાક્ય રચનાના માળખાકીય ગુજરાતી ભાષાનું જ્ઞાન. એન્ડો આર્યન ભાષા જે ભારતના એક રાજ્ય ગુજરાતની માતૃભાષા છે જે ગુજરાતીઓ દ્વારા બોલાય છે. આ અભ્યાસક્રમ દ્વારા વિદ્યાર્થીઓ નીચેની બાબત વિષે પોતાનું જ્ઞાન વધારી શકશે:
    • રોજીદા જીવનમાં ભાષાનું મહત્વ
    • ભાષાનો ઉદ્ભવ અને વિકાસ
    • ગુજરાતી ભાષાની ધ્વની અને ઉચ્ચારણ પ્રક્રિયા
    • બોલી ભાષા અને માન્ય ભાષા વચ્ચેનો તફાવત
    • ગુજરાતી ભાષાની વિવિધ બોલીઓ
  • મધ્યકાળ થી સુધારકયુગ જેવા વિવિધ યુગનો અભ્યાસ, સ્વામીનારાયણ સાહિત્ય અને એમના લેખકો અને તેમના પુસ્તકો.
  • ગુજરાતી સાહિત્યનું પૂર્વ યુગ (ઈ.સ.૧૪૫૦) અને મધ્ય યુગ (ઈ.સ. ૧૪૫૦ – ઈ.સ. ૧૮૫૦) ‘નરસિહ પહેલાં’ અને ‘નરસિંહ પછી’ એમ બે સમયગાળામાં વિભાજન કરવામાં આવ્યું છે. અમુક વિદ્વાનો આ સમયગાળાને ‘રસ યુગ’.’સગુણ ભક્તિયુગ’ અને નિર્ગુણ ભક્તિયુગ’ તરીકે વિભજન કરે છે.
  • ભાષાનું પ્રાચીન સાહિત્ય
  • ભક્તિ સંપ્રદાયનું સાહિત્ય નરસિહ, મીરાં, પ્રેમાનંદ અને દયારામાં સંદર્ભમાં
  • દલિત સાહિત્ય અને મેઘાણીની વાર્તાઓનો અભ્યાસ.
  • અન્ય દલિત સાહિત્ય પ્રમાણે ગુજરાતી દલિત સાહિત્ય નિવેદન છે માનવીય હક્ક, સ્વાભિમાન, સામાજિક અન્યાય સામેનો વિદ્રોહ, વ્યક્તિગત અને સામુહિક પીડાનો ઈતિહાસ, ભેદભાવ રહિત નવાં સમાજની આશા અને આકાંક્ષાઓ.
ત્રીજા વર્ષ (સત્ર- ૬)
  • રસનો અભ્યાસ, તેનો અર્થ અને સ્વરૂપ.આચાર્ય મમ્મટના મતે કાવ્યની વ્યાખ્યા.
  • ભારતીય સૌંદર્ય શાસ્ત્રમાં રસ એ સંસ્કૃત શબ્દ છે. જેનો નો શાબ્દિક અર્થ છે "રસ, સાર અથવા સ્વાદ". ભારતીય કલાઓમાં તે સૌંદર્યલક્ષી વિશેની કલ્પનાને સૂચવે છે
  • કોઈપણ દ્રશ્ય, સાહિત્યિક અથવા સંગીતનાં કાર્યોનો સ્વાદ, વાચક અથવા પ્રેક્ષકોમાં ઉદ્ભવતી લાગણી અથવા માનવ ભાવનાઓ પર રંગોની અસરને, પ્રભાવને રસ તરીકે ઓળખીએ છીએ.
  • આધુનિક યુગના લેખકો અને આધુનિક યુગનો અભ્યાસ.
  • વિવિધ સાહિત્ય સ્વરૂપોનો અભ્યાસ. (ગીત, નિબંધ, નવલકથા અને કવિતા).
  • આઝાદી પછીની ગુજરાતી કવિતાઓ એક ઉચ્ચ સ્વરૂપ દર્શાવે છે. વિષય પરત્વેની નવીદિશા, વિચાર અને કલ્પના શોધે છે. જૂની છબીઓને નકારી નવા વિચારો સાથે કવિતાઓ વધુ બની વ્યક્તિલક્ષી બને છે.
  • આઝાદી પછીના યુગના ગુજરાતી સાહિત્યમાં બે વિશિષ્ટ વલણો હતા.૧) પરંપરાગત અને ૨) આધુનિક. જેમાં વ્યવહારિક મૂલ્યો, ધાર્મિક માન્યતાઓ, નૈતિક મૂલ્યો સાથે આ વલણો વધુ જોડાયેલા હતા. અસ્તિત્વવાદ, અતિવાસ્તવવાદ અને પ્રતીકવાદે પ્રભાવ અહી જોવા મળે છે.
  • અનુવાદિત સાહિત્ય અને શબ્દકોષનો ઉપયોગ.
  • અનુવાદિત સાહિત્યનું મહત્વ અપાર છે. તે લોકોને વિશ્વને સમજવા માટે સક્ષમ બનાવે છે. વિદ્યાર્થીઓ લેખકની અનુવાદિત કૃતિ દ્વારા ફિલસૂફી, રાજકારણ અને ઇતિહાસને સમજવામાં સમર્થ બેન છે. વિદ્યાર્થીઓએ અભ્યાસક્રમમાં “ચંદ્રબેન શ્રીમળી” ની વાર્તાઓ પણ માણે છે.
  • ગુજરાતી વ્યાકરણ અને ભાષાકીય અભ્યાસ
    • નામ, સર્વનામ, કર્તરી પ્રયોગ – કર્મણી પ્રયોગ, ક્રિયાવિશેષણ, વિશેષણ, એક વચન - બહુવચન.
    • વાક્યના પ્રકાર
    • પ્રૂફ વાચન
  • લોક સાહિત્ય અને જૈન સાહિત્યનો અભ્યાસ
    • લોક ગીત, લોક વાર્તા, છંદ, ઉખાણા વગેરે...
  • લોક સાહિત્યમાં એવી દંતકથાઓ, મહાકાવ્યો, ટૂકીવાર્તાઓ, લોકકથાઓનો સમાવેશ થાય છે જે લોકોદ્વારા પેઢી દર પેઢી કહેવાયેલી છે. આવા પરંપરાગત સાહિત્યના લેખકો અજાણ્યા અને અજ્ઞાત હોય છે.
  • આ પ્રકારના અભ્યાસક્રમ દ્વારા વિદ્યાર્થીઓને બોધ પાઠ અને સંસ્કૃતિના મૂલ્યોનું જ્ઞાન પ્રાપ્ત થાય છે.
  • દલિત સાહિત્ય અને ચિનુ મોદી દ્વારા રચિત ‘કલાખ્યાન’.